જૂનાગઢ જીલ્લા જેલમાંથી બે મોબાઈલ સહિત પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતા ર સામે ફરીયાદ

જૂનાગઢ જીલ્લા જેલમાંથી બે મોબાઈલ સહિત પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતા ર સામે ફરીયાદ

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૭
જૂનાગઢ જીલ્લા જેલમાંથી ર મોબાઈલ સહિત પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતા બે કેદીઓ વિરૂધ્ધ એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢ જીલ્લા જેલ હવાલદાર વિક્રમભાઈ મેરએ પાકા કેદી ધનજી ડાયાભાઈ બગડા અને કાચા આરોપી નદીમ ઉર્ફે નિક્કી મુન્ના ચંદાણી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ગઈકાલે બપોરના સમયે સલામતી વિભાગમાં આવેલ સંત્રી રૂમના બહારના ભાગે મજમણી બાજુએ આવેલ પાવર સપ્લાય બોકસમાંથી એચએમડી કંપનીની મોબાઈલ, બેટરી, ચાર્જર, ડેટા કેબલ, ટુ પિન હોલ્ડર તેમજ સંત્રી રૂમની સામેના ભાગે વડલા વૃક્ષ ઉપર સંતાડેલ મોબાઈલ, બેટર, ચાર્જર, ડેટા કેબલ તેમજ સંત્રી રૂમના ધાબા ઉપરથી ટુ પિન હોલ્ડર મળી આવેલ તેમજ સંત્રી રૂમના બાથરૂમના પાછળના ભાગે ખાડો કરીને ઝભલામાં સંતડેલ બુધાલાલ તમાકુની પડીકી-૧૮, ચુનાની ૧૩ ટોટી સહિતની વસ્તુઓ મળી આવ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.