ખામધ્રોળ રોડ પર 4 શખ્સોએ યુવાન પર છરી, ફરસી વડે હુમલો કર્યો - રીક્ષાને નુકશાન કર્યાની ફરીયાદ
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.30
જૂનાગઢના ખામધ્રોળ રોડ પર 4 શખ્સોએ યુવાનને છરી અને ફરસી વડે હુમલો કરી મારમારી રીક્ષામાં નુકશાન કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢ તાલુકા પોલીસે સાહીલભાઈ અનવરભાઈ શેરૂકાએ મોહીન સીરાજ મેમણ, રફીક ફીરોઝ પઠાણ, સાજીદ ઉર્ફે બાબો ઉર્ફે ટકો ઓસમાણ અને હાર્દિક ઉર્ફે ભુરો રાજુ મુછડીયા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી તથા આરોપીઓ એકબીજાના મીત્ર હોય અને ઇન્સ્ટાગ્રામમા એક બીજાને મેસેજ કરતા હોય પરંતુ આરોપીઓએ ફરીયાદીને તથા તેની પત્નીને ખરાબ મેસેજ કરેલ ત્યારથી ફરી.એ આરોપીઓ સાથે સંબંધ તોડી નાખેલ જે વાતનુ મનદુખ રાખી આ કામના આરોપી હાર્દિક ઉર્ફે ભુરાએ ફરીયાદીને લવલી પાનની દુકાને બોલાવેલ અને ત્યા ચારેય આરોપીઓએ ફરીયાદીને માર મારી ગાળો બોલેલ તેમજ પાછળથી આરોપીઓએ છરી તથા ફરસીઓ જેવા હથીયારો લઇ ફરી.ના ઘરે જઇ ફરીના ડેલામા જેમફાવે તેમ છરી તથા ફરસીના ઘા મારેલ તેમજ ફરી.તથા સાહેદની રીક્ષાના ટાયરો તથા બંન્ને રીક્ષાના રેકઝીનના સાઇડના કવરમા છરી તથા ફરસીથી ઘા મારી આશરે રૂ.10000/-નુ નુકશાન કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


