છેલ્લા ત્રણ મહિનામાં ડુંગળીના ભાવમાં ૮ર ટકાનો તીવ્ર વધારો

૩૦ રૂપિયે કિલો મળતી ડુંગળીના પ૪ રૂપિયા થઈ ગયા

છેલ્લા ત્રણ મહિનામાં ડુંગળીના ભાવમાં ૮ર ટકાનો તીવ્ર વધારો

(બ્યુરો)          અમદાવાદ તા.ર૧
જૂન થી સપ્ટેમ્બર દરમિયાન દેશમાં ડુંગળીના ભાવમાં ઝડપથી ઉછાળો આવ્યો છે. સરકારના આંકડા અનુસાર, ૧ જૂને ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ ૨૯.૫૦ રૂપિયા પ્રતિ કિલો હતો. ૧૭ સપ્ટેમ્બરે તે વધીને ૫૩.૭૮ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો. એટલે કે લગભગ સાડા ત્રણ મહિનામાં જ ડુંગળીના ભાવમાં ૮૨.૩ ટકાનો મોટો વધારો નોંધાયો. જૂનની સરખામણીમાં જથ્થાબંધ ભાવ લગભગ બમણા થઈ ગયા છે. આ તેજીનું મુખ્ય કારણ મહારાષ્ટ્રમાં ઉનાળુ ડુંગળીના પાકને થયેલું નુકસાન અને બજારમાં તેની આવકમાં ઘટાડો છે. આ ઉપરાંત, મહારાષ્ટ્ર અને કર્ણાટક બંને રાજ્યોમાંથી ડુંગળીના પુરવઠામાં ઘટાડો થયો છે. ખરીફનો નવો પાક બજારમાં આવવામાં થઈ રહેલા વિલંબને કારણે પણ પુરવઠા પર દબાણ છે.