જૂનાગઢમાં એસબીઆઈનાં મેનેજરે બેંકનાં જ કર્મીને ફડાકા ઝીંકી દેતા પોલીસ ફરીયાદ
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.18
જૂનાગઢ શહેરમાં બહાઉદ્દીન કોલેજની સામે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં ફરજ બજાવતા એક ઉચ્ચ અધિકારીએ અન્ય અધિકારીને ફડાકા ઝીંકી દિધા હતા ઘટનાની ફરીયાદ કરવા માટે જિલ્લાભરમાંથી એસબીઆઇના કર્મચારીઓ એકઠા થયા હતા અને સી-ડિવિઝનમાં મોડે સુધી ઘેરાવ કર્યો હતો. જે બાદ પોલીસ વિધીવત ફરીયાદ નોંધતા મામલો થાળે પડયો હતો.
ઘટનાની વિગત એવી છે કે, એક અધિકારી પોતાના પુત્રનો બર્થ ડે હોવાથી ઘરે વહેલુ જવાની રજા લેવા અન્ય અધિકારી પાસે ગયા હતા. પરંતુ તેમને ઓફીસમાંથી બહાર નિકળ કહીં બધા સ્ટાફની સામે ફડાકા ઝીંકી દિધા હતા. બાદમાં બેંક ઓફીસરે પોલીસ બોલાવી લીધી હતી. બાદમાં તમામ સ્ટાફ સી-ડીવીઝન પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને જિલ્લાભરમાંથી એસબીઆઇના કર્મચારીઓ એકઠા થયા હતા અને સી-ડિવિઝનમાં મોડે સુધી ઘેરાવ કર્યો હતો. ત્યારે બાદ મોડીરાત્રે સી ડીવીઝન પોલીસ મથકે રવીન્દ્ર ધર્મનાથ પ્રસાદએ એસીબીઆઈ બેન્કના રીજનલ બ્રાચના જનરલ મેનેજર સુધીર શર્મા વિરૂધ્ધ નોંધાવેલ ફરીયાદમાં જણાવેલ કે, આરોપી ફરીયાદીના સીનીયર અધીકારી થતા હોય અને તેઓ ફરીયાદીને અવાર નવાર ઓફીસ કામકાજ બાબતે નિંદા કરતા હોય જેથી ફરીયાદી તેમની ચેમ્બરમા જઈ ને આ બાબતે વાતચીત કરવા જતા આરોપી ઉશ્કેરઈ જઈ ફરીયાદી સાથે બોલાચાલી કરી ડાબા હાથનુ બાવડુ પકડી ધક્કો મારી ગાલ ઉપર એક જાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


