દેશની વિવિધ હાઈકોર્ટમાં ૬૫ લાખથી વધુ કેસ પેન્ડિંગ

દેશની વિવિધ હાઈકોર્ટમાં ૬૫ લાખથી વધુ કેસ પેન્ડિંગ
AI Image

(એજન્સી)      નવી દિલ્હી તા.૧૭:
દેશના ન્યાયતંત્રમાં લાંબી રાહ અને કેસોના મોટા પાયે બેકલોગ અંગે ફરી એકવાર ચિતાજનક ચિત્ર સામે આવ્યું છે. એવું નોંધાયું છે કે દેશભરની વિવિધ હાઈકોર્ટમાં ૬૫ લાખથી વધુ કેસ પેન્ડિંગ છે, જેના કારણે સામાન્ય લોકોને ન્યાય મળતો નથી.   તેમને તેમની અરજી પર ઝડપી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવાની ફરજ પડી હતી.
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે કેસની સુનાવણી કરતી વખતે એ જ જૂનો અને વ્યવહારુ આદેશ જારી કર્યો. કોર્ટે કહ્યું, અમને અરજી પર વિચાર કરવાનો કોઈ આધાર દેખાતો નથી, પરંતુ અમે અરજદારને હાઈકોર્ટમાં ઝડપી સુનાવણી માટે અરજી કરવાની સ્વતંત્રતા આપીએ છીએ.