ભેંસાણનાં ખજુરી હડમતીયા ગામે સીમ વિસ્તારમાં જુગારધામ પર પોલીસ ત્રાટકી - રૂા.૩૧૮૦૦ના મુદ્દામાલ સાથે ૮ ઝડપાયા

ભેંસાણનાં ખજુરી હડમતીયા ગામે સીમ વિસ્તારમાં જુગારધામ પર પોલીસ ત્રાટકી - રૂા.૩૧૮૦૦ના મુદ્દામાલ સાથે ૮ ઝડપાયા

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૧૬
ભેંસાણના ખજુરી હડમતીયા ગામે સીમ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર ભેંસાણ પોલીસે દરોડો પાડી ૮ શખ્સોને રૂા.૩૧૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.  આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભેંસાણ પોલીસે ખજુરી હડમતીયા ગામે ધાર વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી જુગારધામ સંચાલક અશ્વિન વજુ સરખવાળા સહિત જુગાર રમવા આવેલ ગોવીંદ કેસુ સખવાળા, જમન રણછોડ વઘાસીયા, જતીન મનસુખ રાદડીયા, ચેતન ચના સંખવાળા, મોલીક જમની ગજેરા, કિરણ વીઠલ સતાસીયા, પરસોતમ શામજી સતાસીયાને રૂા.૩૧૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.