શ્રી કષ્ટભંજનદેવ દાદાને ગુલાબ-ઓકિર્ડના મિક્સ ફૂલોનો શણગાર અને સીતાફળનો અન્નકૂટ ધરાવાયો

શ્રી કષ્ટભંજનદેવ દાદાને ગુલાબ-ઓકિર્ડના મિક્સ ફૂલોનો શણગાર અને સીતાફળનો અન્નકૂટ ધરાવાયો

(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.૩૧
ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાન સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણા વાળા)ની પ્રેરણાથી તા.૩૧-૧૦-૨૦૨૬ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને ગુલાબ-ઓકિર્ડના મિક્સ ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો દાદાને સીતાફળનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને ૭ કલાકે શણગાર આરતી પૂ.શા.સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. અનેક ભક્તો દ્વારા સુંદર કાંડ પાઠનું  આયોજન કરાયું હતું. મંદિર પરિસરમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દર્શન અને મહાપ્રસાદનૉ અનેક ભક્તોએ લાભ લઈ ધન્યતાનો  અનુભવ કર્યો હતો.