સંગ્રાહખોરી રોકવા ઓનલાઈન પ્લેટફોર્મ્સ દ્વારા ખાંડની ખરીદી પર મર્યાદા મુકાઈ
(એજન્સી) નવી દિલ્હી તા, ૨૬
દેશમાં આગામી તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં જ ખાંડના પુરવઠામાં ભારે ખેંચ ઊભી થઈ છે, જેનાં કારણે ગ્રાહકો અને પેક્ડ ફૂડ બનાવતી કંપનીઓ માટે મુશ્કેલીઓ વધી છે. છેલ્લાં બે મહિનામાં જ ખાંડના રિટેલ ભાવમાં લગભગ ૪૦ ટકા જેટલો જંગી વધારો નોંધાયો છે.
આ પરિસ્થિતિને પહોંચી વળવા અને ખાંડનો જથ્થો જાળવી રાખવા માટે સુપરમાર્કેટ ચેઈન ડી-માર્ટ તેમજ બ્લિંકિટ, બિગબાસ્કેટ અને સ્વિગી ઇન્સ્ટામાર્ટ જેવાં ક્વિક-કોમર્સ પ્લેટફોમ્ર્સે ગ્રાહકો માટે ખાંડની ખરીદી પર મર્યાદા (કેપ) મૂકી દીધી છે.
હાલમાં મોટાભાગનાં સ્ટોર્સ અને ઓનલાઈન એપ્લિકેશન્સ પર પ્રતિ ગ્રાહક ૧ કિલોના ૩ થી ૫ પેકેટ અથવા ૫ાંચ કિલોનું એક જ પેકેટ ખરીદવાનો નિયમ લાગું કરી દેવાયો છે. ઉદાહરણ તરીકે, પુણેના ડી-માર્ટમાં એક બિલ પર માત્ર ૫ાંચ કિલો ખાંડ આપવાનું બોર્ડ મારી દેવાયું છે.


