સુરેન્દ્રનગરના સાયલામાં SOGએ કપાસની આડમાં પોણાત્રણ કરોડના ગાંજાના જપ્ત કર્યા
સુરેન્દ્રનગરના સાયલામાં SOG ટીમે બાતમીના આધારે તપાસ કરતા કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. ગાંજાનો મદ્દામાલ કબજે કરવા કોથળા પણ ખૂટી પડ્યા હતા. પોલીસે 559 કિલો વજનના લીલા ગાંજાના 180 છોડ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ટીમે પોણાત્રણ કરોડની કિંમતના છોડ જપ્ત કર્યા છે. SOGની ટીમે સતત 19 કલાક સુધી રેડની કાર્યવાહી કરી હતી. ગાંજાના કેટલાક છોડમાં મધ પણ બેસી ગયું હતું, જેથી ધુમાડો કરી મધમાખીઓ ઉડાડીને છોડ કબજે લેવામાં આવ્યા હતા. 12 ફૂટ લાંબા ગાંજાના છોડ માટે સીલિંગ પેકિંગ કરવા પ્લાસ્ટિકના 15x20ના કંતાનનો ઉપયોગ કરવો પડ્યો હતો. એક આખું ટ્રેક્ટર ભરીને તમામ જથ્થો કબ્જે કરાયો હતો.


