યુધ્ધમાં અમેરીકાને ૩ અબજ ડોલરનું જંગી નુકશાન

યુધ્ધમાં અમેરીકાને ૩ અબજ ડોલરનું જંગી નુકશાન

(એજન્સી)      વોશિગ્ટન,તા.૩૦:
ઈરાન સાથે ચાલી રહેલા યુધ્ધમાં અમેરિકાને એક અંદાજ મુજબ અત્યાર સુધીમાં ૩ અબજ ડોલરનું જંગી નુકસાન થયું છે. પહેલા ત્રણ અઠવાડીયામાં જ અમેરિકાની આર્મીને થયેલા નુકસાન અને રિપેરિગનો અંદાજિત ખર્ચ ૧.૪ અબજ ડોલરથી ૨.૯ અબજ ડોલર વચ્ચે થયો છે. ખાસ કરીને ઈરાનની બેલેસ્ટિક મિસાઈલ્સ તેમજ ડ્રોન્સ હુમલાને કારણે અમેરિકાનાં ફાઈટર જેટ વિમાનો, ડ્રોન્સ, જહાજો, રડાર અને સર્વેલન્સ સિસ્ટમનો નાશ થયો છે. ઈરાન દ્વારા ઈઝરાયેલ તેમજ મિડલ ઈસ્ટમાં સહયોગી દેશોમાં અમેરિકાનાં લશ્કરી થાણાઓ પર ભારે હુમલા કરાયા હતા જેમાં અમેરિકાના શસ્ત્ર સરંજામનો ખાતમો બોલાવવામાં આવ્યો હતો.