જૂનાગઢ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે નાણાકીય સાક્ષરતા જાગૃતિ સેમિનાર યોજાયો

જૂનાગઢ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે નાણાકીય સાક્ષરતા જાગૃતિ સેમિનાર યોજાયો

જૂનાગઢ, તા.પ
આચાર્ય શ્રી ભગીરથસિંહ જાળીયા અને આચાર્ય શ્રી પ્રિયેશ વાળાના માર્ગદર્શન હેઠળ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જૂનાગઢ તાલીમાર્થીઓમાં નાણાકીય જાગૃતિ કેળવવાના હેતુથી નાણાકીય સાક્ષરતા જાગૃતિ સેમિનાર (Financial Literacy Awareness Seminar)નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં SEBIના ટ્રેનર શ્રી વૈભવ પુરાણિક દ્વારા તાલીમાર્થીઓને નાણાકીય સાક્ષરતાનું મહત્વ, નાણાંનું યોગ્ય આયોજન, બચત અને રોકાણ અંગેની પાયાની સમજણ આપવામાં આવી હતી. સાથે જ નાણાકીય ર્નિણયો લેતી વખતે રાખવાની સાવચેતી, રોકાણ અંગે જાગૃતિ તથા નાણાકીય છેતરપિંડીથી બચવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સેમિનાર દરમ્યાન તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને નાણાકીય વ્યવસ્થાપન અંગે ઉપયોગી માહિતી મેળવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તાલીમાર્થીઓમાં નાણાકીય બાબતો અંગે સમજણ વિકસાવી તેમને ભવિષ્યમાં જવાબદારીપૂર્વક નાણાકીય ર્નિણયો લેવા માટે સજ્જ કરવાનો હતો. આમ, સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જુનાગઢ ખાતે યોજાયેલ આ સેમિનાર તાલીમાર્થીઓ માટે નાણાકીય જાગૃતિ વધારવામાં ઉપયોગી રહ્યો હતો.