ટ્રમ્પે બરાક ઓબામા-મિશેલને વાનર તરીકે દર્શાવતો વિડીયો પોસ્ટ કરતા વિવાદ
વ્હાઈટ હાઉસના સ્ટાફે તત્કાલ વિડીયો ડીલીટ કરતા કહ્યું-ભુલથી શેર કર્યો હતો
(એજન્સી) વોશિંગ્ટન તા.૦૭
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પરથી પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમનાં પત્ની મિશેલ ઓબામાનો વીડિયો ડિલિટ કરી દીધો છે. આ વીડિયોમાં ઓબામા અને તેમનાં પત્નીને જંગલમાં પ્રાઈમેટ્સ (વાનર) તરીકે દર્શાવવામાં આવ્યાં હતાં.
આ વીડિયો ગુરુવારે રાત્રે ટ્રમ્પના ટ્રુથ સોશિયલ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો અને શુક્રવારે એને હટાવી દેવામાં આવ્યો. વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે આ પોસ્ટ એક સ્ટાફની ભૂલથી શેર થઈ હતી, જોકે થોડા કલાકો પહેલાં જ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું હતું કે પોસ્ટમાં કંઈપણ વાંધાજનક નથી.
આ પોસ્ટનો ઘણો વિરોધ થઈ રહ્યો હતો. નાગરિક અધિકાર સંગઠનોથી લઈને ટ્રમ્પની પોતાની રિપબ્લિકન પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સુધીના લોકોએ એની સખત ટીકા કરી. વીડિયો અંગે ઓબામાના એક પ્રવક્તાએ કહ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિ તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવશે નહીં.


