દ્વારકાધીશ જગતમંદિરમાં હરિયાળી અમાવસ્યાની પરંપરાગત રીતે ઉજવણી

બહોળી સંખ્યામાં ભાવિકોએ પવિત્ર ગોમતી સ્નાન, ઠાકોરજીના દર્શન કરી પુણ્યનું ભાથું બાંધ્યુ

દ્વારકાધીશ જગતમંદિરમાં હરિયાળી અમાવસ્યાની પરંપરાગત રીતે ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.૧૩
શ્રાવણ માસની શરૂઆત પૂર્વે અષાઢી અમાસ હરિયાળી અમાવસ્યા નિમિત્તે દ્વારકાધીશ જગતમંદિરમાં વારાદાર પૂજારી દ્વારા ઠાકોરજીને વિશિષ્ટ શૃંગાર યોજવામાં આવ્યા હતા. ઠાકોરજીના શૃંગાર દર્શન સમયે નિજસભાખંડને લીલી હરિયાળીથી સુશોભિકત કરવામાં આવી હતી. મોટી અમાસ હોય દૂર દૂરથી આવેલા ભાવિકોએ પરંપરા અનુસાર વહેલી સવારે સૌપ્રથમ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યુ હતું અને ત્યારબાદ છપ્પન સીડી સ્વર્ગ દ્વારેથી જગતમંદિરમાં પ્રવેશી શ્રીજીના દિવ્ય દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત મોક્ષ દ્વાર પાસેના પટાંગણમાં પણ ભાવિકોની વ્યાપક ભીડ સાથે કતારો જોવા મળી હતી.