મણીપુરમાં છેલ્લા ૭ દિવસથી શાળા-કોલેજાે-બજાર બંધ  લોકો ઘરોમાં કેદ : ખાંડનો ભાવ ૧ કિલોના રૂા.૪પ૦

મણીપુરમાં છેલ્લા ૭ દિવસથી શાળા-કોલેજાે-બજાર બંધ  લોકો ઘરોમાં કેદ : ખાંડનો ભાવ ૧ કિલોના રૂા.૪પ૦

(એજન્સી)           ઇમ્ફાલ તા.૧૭
મણિપુરમાં કુકી-નાગા વચ્ચે હિંસક સંઘર્ષ ચાલુ છે. તેનાથી રાજ્યનો ૭ પહાડી જિલ્લાઓ સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. છેલ્લા પાંચ દિવસથી પહાડી ગામોમાં લોકો ભયભીત છે અને દિવસ દરમિયાન પણ ઘરોમાંથી બહાર નીકળી રહ્યા નથી. ૭ દિવસથી શાળા-બજારો બંધ છે. મેડિકલ ઇમરજન્સીમાં પણ મદદ મળી રહી નથી. ઘણા વિસ્તારોમાં ખાંડ ૪૫૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી વેચાઈ રહી છે.
વાસ્તવમાં, છેલ્લા ચાર દિવસમાં હથિયારબંધ ઉગ્રવાદીઓએ ૪ મહિલાઓ સહિત ૬ કુકી લોકોની હત્યા કરી છે. કુકી સંગઠનોએ તેનો આરોપ નાગા ઉગ્રવાદીઓ પર લગાવ્યો છે.
બુધવારે પણ પહાડી જિલ્લા કાંગપોકપીમાં સ્થાનિક કુકી લોકો અને સુરક્ષા દળો વચ્ચે જોરદાર અથડામણ થઈ. સુરક્ષા દળોએ નાકાબંધી વધુ વધારી દીધી છે.