વડાલ ગામે આઈસર ચાલકે  મોટર સાયકલને ઠોકર મારતા અકસ્માત : મહિલાનું મૃત્યુ

વડાલ ગામે આઈસર ચાલકે  મોટર સાયકલને ઠોકર મારતા અકસ્માત : મહિલાનું મૃત્યુ
AI Image

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.ર૧
જૂનાગઢ નજીક વડાલ પાસે આઈસર ચાલકે મોટર સાયકલને ઠોકર મારતા મોટર સાયકલમાં પાછળ બેસેલ મહિલાને ગંભીર ઈજાઓ થતા મોત નિપજયાનો બનાવ જૂનાગઢ તાલુકા પોલીસ મથકે નોંધાયો છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢ તાલુકા પોલીસ મથકે દામજીભાઈ મોહનભાઈ હીરપરાએ આઈસર જેવું વાહન નં.જીજે-૧૧-ડબ્લ્યુ-૧૪ર૧ના ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીની પોતાનું મોટર સાયકલ લઈ નાની પરબડી ગામે જતા હોય અને પાછળ સાહેદ સવ્તાબેન બેઠા હોય ત્યારે ફરીયાદી મોટર સાયકલ સાથે ક્રિષ્ના હોટલ સામે સર્વિસ રોડ પર પહોંચતા પાછળથી આરોપી આઈસર જેવું વાહનના ચાલકે પોતાની વાહન પુરઝડપે અને ગફલત રીતે ચલાવી ફરીયાદીની મોટર સાયકલ સાથે પાછળથી ઠોકર મારી રોડ પર પછાડી દઈ ફરીયાદીના શરીરે ઈજાઓ પહોંચાડેલ તેમજ સાહેદ સવિતાબેનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.