શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડો. અજયકુમાર સી. ટીટાને ‘શ્રેષ્ઠ શિક્ષક’ એવોર્ડથી સન્માનિત કરાયા

શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડો. અજયકુમાર સી. ટીટાને ‘શ્રેષ્ઠ શિક્ષક’ એવોર્ડથી સન્માનિત કરાયા

જૂનાગઢ, તા.ર 
જૂનાગઢ જિલ્લામાં પ્રથમ વખત ખાનગી શાળા-કોલેજાેના ગુરુજનોના સન્માન અને તેમની શિક્ષણ ક્ષેત્રેની સેવાઓને બિરદાવવાના ઉદ્દેશથી એક ભવ્ય શિક્ષક સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હેલો જૂનાગઢ તથા ચિંતન કક્કડ સર અને  પ્રદીપ પરમાર સરના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા આ વિશિષ્ટ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જે.કે.એમ. કોમર્સ, બી.બી.એ. એન્ડ એમ.કોમ. કોલેજ, જૂનાગઢના અસોસિયેટ પ્રોફેસર ડો. અજયકુમાર સી. ટીટાને શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરવા ઉપરાંત સામાજિક દાયિત્વનું નિષ્ઠાપૂર્વક નિભાવવું તથા વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહિત કરી તેમના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરવા બદલ “શ્રેષ્ઠ શિક્ષક” એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડો. અજયકુમાર સી. ટીટા છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત રહી વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસની સાથે તેમની અંદર રહેલી પ્રતિભા, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવાના સતત પ્રયાસો કરી રહ્યા છે. શિક્ષણને માત્ર પાઠ્યપુસ્તક પૂરતું મર્યાદિત ન રાખી વિદ્યાર્થીઓને જીવનમૂલ્યો, સામાજિક જવાબદારી અને વ્યક્તિત્વ વિકાસ તરફ પ્રેરિત કરવાના તેમના પ્રયત્નોની પણ નોંધ લેવામાં આવી હતી. આ ઉપરાંત, ડો. અજયકુમાર સી. ટીટા વિવિધ કોલેજાે, શૈક્ષણિક સંસ્થાઓ તથા સામાજિક સંસ્થાઓમાં વિવિધ વિષયો પર સેમિનાર, વ્યાખ્યાન અને જાગૃતિ કાર્યક્રમો દ્વારા લોકજાગૃતિનું કાર્ય પણ સતત કરી રહ્યા છે. સમાજના વિવિધ વર્ગો અને ખાસ કરીને યુવાનો તથા વિદ્યાર્થીઓ સુધી ઉપયોગી અને જીવનલક્ષી માહિતી પહોંચે તે માટે તેઓ પોતાના જ્ઞાન, અનુભવ અને સંવાદ કૌશલ્ય દ્વારા માર્ગદર્શન આપે છે. શિક્ષણ, કારકિર્દી માર્ગદર્શન, વ્યક્તિત્વ વિકાસ, નાણાકીય જાગૃતિ, સામાજિક જવાબદારી, કાયદાકીય જાગૃતિ, પર્યાવરણ જાગૃતિ, યુવાનોની ભૂમિકા તથા સમાજલક્ષી વિવિધ વિષયો અંગે તેઓ વિવિધ સંસ્થાઓમાં માર્ગદર્શન અને જાગૃતિ કાર્યક્રમોમાં જાેડાઈ રહ્યા છે. તેમના આ પ્રયાસોનો મુખ્ય ઉદ્દેશ માત્ર માહિતી આપવાનો નહીં, પરંતુ વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં જાગૃતિ, જવાબદારી અને સકારાત્મક વિચારસરણીનું નિર્માણ કરવાનો રહ્યો છે. વિશેષ કરીને વિદ્યાર્થીઓને “શિક્ષણ સાથે જીવનકૌશલ્ય અને સમાજ પ્રત્યેની જવાબદારી” તરફ પ્રેરિત કરવાની તેમની કામગીરી નોંધપાત્ર રહી છે. વિવિધ સ્થળોએ યોજાતા આવા કાર્યક્રમો દ્વારા તેઓ વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્ય માટે યોગ્ય દિશા પસંદ કરવા, પડકારોનો હિંમતપૂર્વક સામનો કરવા તથા સમાજ માટે પોતાની ભૂમિકા સમજવા પ્રેરિત કરતા રહ્યા છે. “શ્રેષ્ઠ શિક્ષક” તરીકે મળેલા આ સન્માન અંગે જણાવ્યું હતું કે, “શિક્ષક તરીકે મળતું સાચું સન્માન ત્યારે છે, જ્યારે આપણા વિદ્યાર્થીઓ જીવનમાં સફળ બને અને સમાજ માટે કંઈક સારું કરવાની પ્રેરણા મેળવે. આ એવોર્ડ મારા માટે માત્ર પુરસ્કાર નથી, પરંતુ વધુ જવાબદારી અને સમર્પણ સાથે કાર્ય કરવાની પ્રેરણા છે.” તેમણે જણાવ્યું હતું કે, આ સન્માન વ્યક્તિગત ગૌરવ સાથે શિક્ષક તરીકેની જવાબદારીને વધુ મજબૂત બનાવે છે અને ભવિષ્યમાં પણ શિક્ષણ, વિદ્યાર્થીઓ તથા સમાજ માટે વધુ સક્રિયતા અને સમર્પણ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપે છે. આ સન્માન પ્રસંગે શિક્ષણ ક્ષેત્ર સાથે જાેડાયેલા અગ્રણીઓ, શિક્ષકો તથા વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ ડો. અજયકુમાર સી. ટીટાને અભિનંદન પાઠવી તેમની ભાવિ શૈક્ષણિક અને સામાજિક સેવાઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.