શ્રાવણ માસના પ્રારંભે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વિવિધ કઠોળ વડે શિવસ્વરૂપ વાઘાનો શણગાર કરાયો

દાદાના સિંહાસને વિવિધ કઠોળ-ધાન્ય દ્વારા કલાત્મકદિવ્ય શણગાર કરાયો સાથે સંપૂર્ણ શ્રાવણ માસ-દૈનિક મારૂતિ યજ્ઞ પ્રારંભ કરાયો

શ્રાવણ માસના પ્રારંભે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વિવિધ કઠોળ વડે શિવસ્વરૂપ વાઘાનો શણગાર કરાયો

(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.૧૩
“આવ્યો પાવન શ્રાવણ માસ, પાયો મેને શ્રી ચરણમે વાસ.” ભગવાન શિવજીની આરાધનાના પર્વ એવાં પવિત્ર શ્રાવણ મહિનાની આજથી શરૂઆત થઈ ગઈ છે. સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના  તા.૧૩-૦૮-૨૦૨૬ રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને મગ, અડદ, તલ, રાયડા, કઠોળના વિવિધ દાણાઓ વડે કલાત્મક ભાત (ડીઝાઈન) બનાવીને શિવસ્વરૂપ વાઘાનો શણગાર કરાયો હતો, ડ્રેગન ફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો તથા શ્રાવણમાસ દિવ્ય મહોત્સવ અંતર્ગત દાદાના સિંહાસને વિવિધ કઠોળ-ધાન્ય દ્વારા દિવ્ય શણગાર કરાયોહતો. સવારે ૫:૪૫ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામીદ્વારા કરવામાં આવી હતી.સંપૂર્ણ શ્રાવણ માસ નિમિત્તે દૈનિક મારૂતિ યજ્ઞનો પ્રારંભ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા) દ્વારા કરાવવામાં આવ્યો હતો. આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો  અનુભવ કરેલ. સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન તા.૧૩-૦૮-૨૦૨૬ થી તા.૧૧-૦૯-૨૦૨૬ સુધી  શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર-દર શનિવારેફુટ અન્નકૂટ,છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ, ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ દર્શન, દર મંગળવારે સંગીતમય સુંદરરકાંડ પાઠ,સંપૂર્ણ શ્રાવણ માસ નિમિત્તે દૈનિક મારૂતિ યજ્ઞ, દર રવિવારે સાંજે ૪:૪૫ કલાકે દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનસાથે મહાસંધ્યા આરતી,દર સોમવારે દાદાને શિવસ્વરૂપ દિવ્ય શણગાર, શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળા દર્શનસાથે દિવ્ય સત્સંગ કથા, શ્રી કૃષ્ણ જન્મોત્સવઆદિકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા.૧૩-૦૮-૨૦૨૬ થી તા.૧૧-૦૯-૨૦૨૬ સુધી  આધી, વ્યાધિ અને ઉપાધિ થી શાંતિ મેળવવા દૈનિક મારુતિનું સવારે ૭:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધી આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણમાસ દરમ્યાાન દર રવિવારે રાજોપચાર પૂજન એવં મહા સંધ્યાઆરતી સાંજે ૦૪:૩૦ થી ૦૭:૦૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન દાદાના દરબારમાં દર મંગળવારે સંગીતમય સુંદરરકાંડ પાઠ - વિભિન્ન સુંદરકાંડ મંડળો દ્વારા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. જેની મંદિર તરફથી સાઉન્ડની વ્યવસ્થા કરી આપવામાં આવશે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પવિત્ર પ્રસંગે શ્રી કૃષ્ણ જન્મોત્સવનું તા.૦૪ સપ્ટેમ્બર ૨૦૨૬નારોજ મટકી ફોડ, કેક કટિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ડ્ઢત્નના તાલે યુવાનો થનગનાટ કરશે એવં રાસગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
શ્રાવણ માસ દરમિયાન શ્રી નિલકંઠ મહાદેવ મંદિર ખાતે દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવપૂજન કરવામાં આવશે. સવારે ૭ થી સાંજે ૬ દરમ્યાન કરવામાં આવશે. પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળા દર્શન, દિવ્ય સત્સંગ કથાનુંઆયોજન કરવામાં આવ્યું છે. પ.પૂ.શ્રી નારાયણમુની સ્વામી દ્વારા દિવ્ય કથાનું રસપાન કરવાશે. જેનો સમય દરરોજ સાંજે ૫ થી ૬:૩૦ કલાક નો રહેશે. સંપૂર્પણ પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા) તથા કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા) દ્વારા શ્રાવણ માસ ભવ્ય મહોત્સવનોપરિવાર સાથે પધારવા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર-અન્નકૂટના દર્શનનો લાભ લેવા હાદિર્ક આમંત્રણ છે.