આવતીકાલે બાંગ્લાદેશના વડાપ્રધાનપદે તારીક રહેમાનની શપથવિધી : ભારત તરફથી ઓમ બીરલા ઉપસ્થિત રહેશે
(એજન્સી) ઢાકા તા.૧૬
બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (મ્દ્ગઁ) ના ચેરમેન તારિક રહેમાન આવતીકાલે બાંગ્લાદેશના નવા વડાપ્રધાન તરીકે શપથ લેશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓને આ સમારોહમાં સામેલ થવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
ભારતના વિદેશ મંત્રાલય અનુસાર, આ સમારોહમાં ભારત તરફથી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સામેલ થશે. તેમની સાથે વિદેશ સચિવ વિક્રમ મિસરી પણ રહેશે. વડાપ્રધાન મોદી ૧૭ ફેબ્રુઆરીએ મુંબઈમાં
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ
મેક્રોં સાથે દ્વિપક્ષીય બેઠક
કરવાના છે, તેથી તેઓ ઢાકા જઈ રહ્યા નથી. શપથ ગ્રહણ સમારોહ પરંપરાથી અલગ આ વખતે રાષ્ટ્રપતિ ભવનને બદલે
ઢાકાના નેશનલ પાલિર્યામેન્ટ કોમ્પ્લેક્સના સાઉથ પ્લાઝામાં યોજાશે. ઢાકા મોટાભાગના જીછછઇઝ્ર સભ્ય દેશોના
નેતાઓને આમંત્રિત કરવાની યોજના બનાવી રહ્યું છે.
આ સંગઠન પૂર્વ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાનની પહેલ
પર શરૂ થયું હતું, જે તારિક રહેમાનના પિતા હતા. આ ઉપરાંત ચીન, મલેશિયા, સાઉદી અરેબિયા અને તુર્કી જેવા મિત્ર દેશોના વડાઓને પણ શપથવિધી સમારોહમાં બોલાવવામાં આવે તેવું જાણવા મળેલ છે.


