અમરનાથ ગુફામાં પવિત્ર શિવલીંગનું કદ ઘટીને માત્ર 1 ફુટ રહી ગયું
(એજન્સી) જમ્મુ તા.06
અમરનાથમાં બનતા પવિત્ર શિવલિંગનું કદ માંડ એક ફૂટ રહી ગયું છે. ગત તા.23 મેના રોજ BSFના જવાનોએ જે તસવીર જાહેર કરી હતી, તેમાં શિવલિંગનું કદ લગભગ 7 ફૂટ હતું.
ગત તા.29 જૂનના રોજ પ્રથમ પૂજાના દિવસે પણ હિમલિંગની ઊંચાઈ 5 ફૂટથી વધુ હતી. પરંતુ આજે 6 જુલાઈએ સામે આવેલી તસવીરમાં હિમલિંગ લગભગ 90 ટકા ગાયબ થઈ ચૂક્યું છે.
57 દિવસ ચાલનારી યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ હતી. છેલ્લા 3 દિવસમાં 56 હજારથી વધુ યાત્રાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચૂક્યા છે. આ આંકડો ગયા વર્ષ કરતાં લગભગ 18.6 ટકા વધુ છે.


