ઉનાનાં કેસરિયા ગામ નજીક મોટરકારે ઓટો રીક્ષાને ટક્કર મારતા પલ્ટી મારી જતા સાત લોકોને ઇજા

ઉનાનાં કેસરિયા ગામ નજીક મોટરકારે ઓટો રીક્ષાને ટક્કર મારતા પલ્ટી મારી જતા સાત લોકોને ઇજા

(પ્રતિનિધિ દ્વારા)
ઉના, તા.ર
ઉના-કોડીનાર નેશનલ હાઇવે રોડ ઉપર કેસરિયા ગામ પાસે એક ઓટો પેસેન્જર રીક્ષા સોમનાથથી દીવ ઉત્તર પ્રદેશના મુરદાબાદના રહેવાસી શર્મા પરિવાર સોમનાથ દર્શન કરી દીવ જતા હતા ત્યારે પાછળથી એક સફેદ કલરની ટાટા નેક્સઓન મોટરકાર નંબર GJ 32AA 1884ના ચલાકે પુર ઝડપે કાર ચાલવી સ્ટેરીંગ ઉપર થી કાબુ ગુમવતા કાર આગળ જતી રીક્ષા સાથે ટકરાઈ હતી. ટક્કર એટલી જાેરદાર હતી કે રીક્ષા રોડની બાજુમાં ખાડામાં પડી ગઈ હતી મોટરકાર પણ ખાડામાં ખાંગી થઇ ગઈ હતી. રીક્ષા મા મુસાફરી કરી રહેલ પૂનમ બેન શર્મા (૪૬),લાજવાન્તિ બેન દેવેન્દ્રસિંહ શર્મા (૬૦), સુનિલભાઈ શર્મા (૪૬), અર્પિત રાઘવભાઈ (૭), અનિતા બેન શર્મા (૫૫), સરિતાબેન શર્મા, માન સંગભાઈ રે. મુરદાબાદ ઉત્તર પ્રદેશને નાની મોટી ઈજાઓ પહોંચતા ૧૦૮ મારફત ઉના સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવેલ છે. ઉના પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી રસ્તો ખુલ્લો કરાવેલ અને અકસ્માતની તપાસ કરી રહી છે.