જેન-ઝી ગાંધી ચિંધ્યા માર્ગે : મહાત્માની દાંડી કુચ પરથી ‘ચલો મુંબઈ’ આહવાન
મુંબઈ તા.૦૨:
જંતર મંતર આંદોલન બાદ દેશમાં ફરી એક વખત મુખ્ય ચુંટણી કમિશ્નર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે કોકરોચ જનતા પાર્ટીએ દિલ્હી-મુંબઈ સહિતના મહાનગરોમાં આજે ગાંધી જયંતિએ શરૂ કરેલા આંદોલનમાં પણ મહાત્મા ગાંધીની ઐતિહાસિક દાંડી કૂચને તેમના પોસ્ટરમાં આવરીને ગાંધીજીની દાંડી માર્ચનું ચિત્ર કોકરોચ જનતા પાર્ટીના પ્રતિક સાથે જારી કર્યુ છે.
‘ચલો-મુંબઈ‘ના સ્લોગન સાથે આ પોસ્ટર મુંબઈમાં ઠેર ઠેર લગાવાયા છે. મહાત્મા ગાંધીએ જે રીતે સત્યાગ્રહ, ભૂખ હડતાળ તથા અહિંસક વિરોધને શસ્ત્ર બનાવીને અંગ્રેજોને દેશ છોડવા મજબૂર કર્યા તે જ માર્ગે હવે કોકરોચ જનતા પાર્ટીએ મુખ્ય ચુંટણી કમિશ્નર જ્ઞાનેશકુમારના રાજીનામા માટે અપનાવ્યુ છે.
આમ જેન-ઝીએ આજથી મુંબઈમાં જેલ ભરો આંદોલન શરૂ કર્યુ તેમાં મહાત્મા ગાંધીની દાંડી માર્ચને પ્રતિક બનાવી છે. કોકરોચ જનતા પાર્ટીનો આરોપ છે કે જ્ઞાનેશકુમારે વોટ ચોરી કરાવી છે અને તેઓએ દેશના લોકતંત્ર સાથે ગદારી કરી છે.


