મેંદરડા તાલુકાના નતાળીયા ગામની સીમમાં આવેલ વાઈલ્ડ વાડી કોટેજમાં દારૂની મહેફીલ માણતા ર યુવતી સહિત ૧૦ ઝડપાયા

મેંદરડા તાલુકાના નતાળીયા ગામની સીમમાં આવેલ વાઈલ્ડ વાડી કોટેજમાં દારૂની મહેફીલ માણતા ર યુવતી સહિત ૧૦ ઝડપાયા

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૧૯
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે મેંદરડા તાલુકાના નતાળીયા ગામની સીમમાં આવેલા "વાઈલ્ડ વાડી કોટેજ ફાર્મહાઉસ"માં ચાલતી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર દરોડો પાડીને ૮ પુરૂષ અને બે મહિલાઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. શહેરી ઝંઝટોથી દૂર ફાર્મહાઉસ અને વાડી વિસ્તારોની એકાંત જગ્યાઓનો ગેરફાયદો ઉઠાવી દારૂની મહેફિલો માણતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.
ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે નતાળીયા રોડ પર આવેલા વાઈલ્ડ વાડી કોટેજ ફાર્મહાઉસના રૂમ નંબર ૪૦૨માં કેટલાક વેપારીઓ અને મહિલાઓ એકત્ર થઈને દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક ફાર્મહાઉસની ઘેરાબંધી કરીને કાયદેસરનો દરોડો પાડ્યો હતો. દરોડા દરમ્યાન રૂમ નંબર ૪૦૨માંથી મેહુલભાઈ બાબુભાઈ વઘાસિયા, દિવ્યેશ ઉર્ફે શ્યામભાઈ ભરતભાઈ દંતણી, અખિલભાઈ બળવંતભાઈ ભુવા, અપિર્તભાઈ મનસુખભાઈ હિંગરાજીયા, વિમલભાઈ ચીમનભાઈ ખાંટ, મીતભાઈ કરણભાઈ કંડોરીયા, રાજદીપભાઈ સોમાભાઈ બારીયા, કલ્પેશભાઈ શાંતિલાલભાઈ વાછાણીને નશાની હાલતમાં તેમજ દારૂ પીતા ઝડપી લીધેલ હતા. આ દરોડા દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચે મારૂતિ સુઝુકી બ્રેઝા કાર નં GJ-૧૦-DA-૭૫૬૭ કિંમત રૂા.૧,૫૦,૦૦૦, ૯ મોબાઈલ ફોન કિંમત રૂા. ૪૫,૦૦૦, ૮ બીયર બોટલ કિ.રૂા.૮૦૭ મળી કુલ રૂા.૧,૯૫,૮૦૭/- નો મુદ્દામાલ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.