કટકમાં દુર્ગા વિસર્જન દરમ્યાન હિંસા ફાટી નીકળી : કર્ફયુ : આજે બંધનું એલાન
કટક તા.૦૬
રવિવારે દુર્ગા પૂજા વિસર્જન સમારોહ દરમિયાન હિંસક અથડામણો થયા બાદ ઓડિશાના કટકમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ રહી હતી. અધિકારીઓએ સમગ્ર શહેરમાં ફોજદારી કાર્યવાહી સંહિતા (ઝ્રિઁઝ્ર)ની કલમ ૧૪૪ લાગુ કરી દીધી છે. ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.
બે જૂથો વચ્ચે થયેલી અથડામણ બાદ ફાટી નીકળેલી હિંસામાં પચીસ લોકો ઘાયલ થયા હતા. અત્યાર સુધીમાં ૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે. શહેરના ઘણા વિસ્તારોમાં રવિવાર રાત્રે ૧૦ વાગ્યાથી આગામી ૩૬ કલાક માટે કફ્ર્યુ લાદવામાં આવશે.
વિશ્વ હિન્દુ પરિષદ (ફૐઁ) એ સોમવારે સવારથી સાંજ સુધી ૧૨ કલાકની હડતાળનું આહ્વાન કર્યું છે. ફૐઁના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વારંવાર વિનંતીઓ છતાં વહીવટીતંત્ર શાંતિપૂર્ણ વિસર્જન સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગયું છે.અહેવાલો મુજબ રાજય સરકારે કટકના ૧૩ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફયુ લાદી દીધો છે.


