અમિત શાહે કહ્યું - ‘વિપક્ષ ચર્ચા કરે, હું દરેક વાતનો જવાબ સંસદમાં આપવા તૈયાર’

અમિત શાહે કહ્યું - ‘વિપક્ષ ચર્ચા કરે, હું દરેક વાતનો જવાબ સંસદમાં આપવા તૈયાર’

(એજન્સી)     નવી દિલ્હી તા.૧ર
અમિત શાહે બુધવારે કહ્યું- સરકાર દરેક મુદ્દા પર ચર્ચા માટે તૈયાર છે પરંતુ વિપક્ષ ગૃહને ચાલવા દે. આજે ૩ વાગ્યાથી ચર્ચા શરૂ કરો. હું ગૃહમાં બેસીશ, બધાને સાંભળીશ અને કાલે ૩ વાગ્યે બધાને જવાબ આપીશ. રાંચીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જને લઈને ઝારખંડ ભાજપના સાંસદો રાહુલ ગાંધી પાસે જવાબ માગી રહ્યા છે. તો બીજી તરફ વિપક્ષનું રામ મંદિર ચઢાવો ચોરી અને જંતર-મંતર પર લાઠીચાર્જના વિરોધમાં પ્રદર્શન ચાલુ છે. સંસદના ચોમાસું સત્રના ૧૮મા દિવસે પણ સત્તાપક્ષ અને વિપક્ષે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. બુધવારે બંને ગૃહોમાં હોબાળો થયો, જે બાદ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરી છે.