જૂનાગઢનાં તળાવ દરવાજા પાસે મોડી રાત્રે અકસ્માત ટ્રકે સ્કુટરને હડફેટે લેતાં બે યુવાનો ઈજાગ્રસ્ત

જૂનાગઢનાં તળાવ દરવાજા પાસે મોડી રાત્રે અકસ્માત ટ્રકે સ્કુટરને હડફેટે લેતાં બે યુવાનો ઈજાગ્રસ્ત

જૂનાગઢ તા. ર૪
જૂનાગઢ શહેરમાં તળાવ દરવાજા પાસે ગઈકાલે મોડી રાત્રે અકસ્માતનો બનાવ બનવા પામતા બે વ્યકિતઓ ઈજાગ્રસ્ત બનતા તેમને સારવાર માટે સિવીલ હોસ્પીટલ જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢનાં ગોધાવાવની પાટી વાલ્મીકીવાસ પાસે રહેતા કેતનભાઈ ભરતભાઈ ટીમાણીયા (ઉ.વ. ૩પ) તથા સાહીલ ભરતભાઈ બેરડીયા (ઉ.વ. રર) નામના યુવાનો એકસેસ ગાડી પર જઈ રહયા હતા એ દરમ્યાન સામેથી બેફીકરાઈથી આવી રહેલા ટ્રક ચાલકે આ એકસેસ બાઈકને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. અને આ અકસ્માતમાં કેતનભાઈ ટીમાણીયા તથા સાહીલ બેરડીયાને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે સિવીલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ છે.