નવરાત્રી - દિપાવલીનાં તહેવારો નજીક આવી રહયા છે ત્યારે

નવરાત્રી - દિપાવલીનાં તહેવારો નજીક આવી રહયા છે ત્યારે
NEWS 18 GUJARATI

જૂનાગઢ તા. ૧૦
જૂનાગઢ શહેરનાં ખરાબ રસ્તાઓથી જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે. તમામ રસ્તાઓનું પેચવર્ક, રીપેરીંગ કે નવીનીકરણ કરવાની તાતી જરૂરીયાત છે. નવરાત્રી અને દીપાવલીનાં તહેવારો નજીક આવી રહયા છે ત્યારે તહેવારોનાં ટાંકણે જૂનાગઢનાં ગવાયેલા રસ્તા વહેલી ચાલવા જેવા બનાવવાની માંગ ઉઠવા પામી છે. 
જૂનાગઢ શહેરના લગભગ મોટાભાગનાં રસ્તાઓ ખુબ ખરાબ હાલતમાં છે. સરકાર દ્વારા  અઢળક નાણાંની  ફાળવણી  કરવામાં આવે છે પરંતુ આડેધડ વિકાસ કામો, રસ્તાનાં કરાતા ખોદકામને કારણે નાણાંનો વ્યય થાય છે. રસ્તાઓ બનાવવા અને તોડવા ફરી પાછા બનાવવા એ જાણે મુખ્ય કામ મનપાનું હોય તે રીતે ભાંગફોડની રસ્તાની કરાયેલી કામગીરીને કારણે  નાણાનો વ્યય થાય છે. ભાંગફોડની રસ્તાની કરાયેલી કામગીરીને કારણે સમગ્ર શહેર ખાડાગઢમાં ફેરવાય ગયું છે. જૂનાગઢનાં રસ્તાઓની ખરાબ હાલતને લઈને લોકો પરેશાન હતાજ અને આ સમયગાળા દરમ્યાન ચોમાસું શરૂ થયું, ચોમાસાનાં ભારે વરસાદને પગલે રસ્તાઓનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. 
જૂનાગઢની જનતા ખાડાવાળા રસ્તાઓથી ત્રાહીમામ પોકારી ગઈ છે. ચોમાસું હોય જેથી મનપા દ્વારા રસ્તાનાં કોઈ નવા કામો હાથ ન ધરવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા  લેવામાં આવ્યો હતો. જયાં રસ્તા તુટી ગયા હતા ત્યાં રીપેરીંગની કામગીરી અંતર્ગત થીગડા મારવાની લોટ, પાણી ને લાકડા જેવી કામગીરીને કારણે તમામ રસ્તાઓમાં માત્ર ખાડા જ નજરે પડે છે. ખાડાવાળા રસ્તા ઉપરથી  પસાર થવું એટલે અકસ્માતનો ખતરો રહે છે. ખરાબ રસ્તાને કારણે ભારે હાડમારીનો સામનો કરવો પડી રહયો છે. દરમ્યાન ચોમાસાની વિદાયનાં દિવસો મનાઈ છે અને વરાપ જેવું વાતાવરણ સર્જાયું છે. જાે કે વરસાદની આગાહી થઈ રહી છે પરંતુ એકંદરે રવિવાર બપોર બાદથી વરસાદનું જાેર ઘટયું છે.  અને વરાપનો માહોલ છે. ટુંકમાં ચોમાસાની વિદાય નજીક છે અને વરાપનું વાતાવરણ થયું છે. આગામી દિવસોમાં જ નવરાત્રી અને ત્યારબાદ દિપાવલીના તહેવારો આવી રહયા છે. ત્યારે તહેવારોનાં દિવસો શરૂ થાય તે પહેલા જૂનાગઢનાં ખરાબ રસ્તાને વહેલી તકે પેચવર્ક, રીપેરીંગ કે નવીનીકરણની કામગીરી શરૂ કરવાની માંગ લોકોમાંથી ઉઠી 
છે.