ભારતમાં અમીરો-ગરીબો વચ્ચેની ખાઈ ખુબ પહોળી : ૧૦ ટકા લોકો પાસે દેશની ૬પ ટકા સંપતિ
(એજન્સી)નવી દિલ્હી,તા.૧૧:
તાજેતરના વલ્ર્ડ ઇનઇક્વાલિટી રિપોર્ટ મુજબ, ભારતમાં સંપત્તિ અને ગરીબી વચ્ચેનો તફાવત ખૂબ જ મોટો છે. ભારતના સૌથી ધનિક ૧૦ ટકા લોકો દેશની ૬૫ ટકા સંપત્તિ ધરાવે છે. બીજી બાજુ, નીચલા ૫૦ ટકા લોકો ફક્ત ૬.૪ ટકા
સંપત્તિ ધરાવે છે. અર્થશાસ્ત્રીઓ લુકાસ ચાન્સેલ, રિકાર્ડો
ગોમેઝ-કેરેરા, રોવૈદા મોશ્રેફ અને થોમસ પિકેટી દ્વારા તૈયાર કરાયેલ આ અહેવાલમાં જણાવાયું છે કે ભારતની વસ્તીના સૌથી ધનિક ૧ ટકા લોકો દેશની લગભગ ૪૦ ટકા સંપત્તિ ધરાવે છે.
અહેવાલમાં જણાવાયું છે કે વસ્તીના ટોચના ૧૦ ટકા લોકો દેશની આવકના ૫૮ ટકા કમાય છે, જ્યારે નીચલા ૫૦ ટકા લોકો ફક્ત ૧૫ ટકા કમાય છે. તેનો અર્થ એ છે કે આવકમાં નોંધપાત્ર તફાવત છે. ૨૦૧૪ અને ૨૦૨૪ ની વચ્ચે, ટોચના ૧૦ ટકા અને નીચલા ૫૦ ટકા લોકો વચ્ચે આવકનો તફાવત થોડો વધીને ૩૮ ટકાથી ૩૮.૨ ટકા થયો છે.
રિપોર્ટ મુજબ, ભારતમાં સરેરાશ માથાદીઠ ર્વાષિક આવક આશરે ૬,૨૦૦ યુરો છે, અને સરેરાશ સંપત્તિ આશરે ૨૮,૦૦૦ યુરો છે. કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી ખૂબ ઓછી છે. ફક્ત ૧૫.૭ ટકા મહિલાઓ રોજગારી અથવા કામ કરે છે. છેલ્લા ૧૦ વર્ષમાં આમાં કોઈ ખાસ સુધારો થયો નથી. રિપોર્ટમાં જણાવાયું છે કે ૧૯૮૦ માં, ભારતની
વસ્તીનો મોટો ભાગ મધ્યમ વર્ગમાં હતો, એટલે કે, રાષ્ટ્રીય આવકના મધ્યમ સ્તરમાં. પરંતુ હવે આ વસ્તી નીચલા ૫૦ ટકામાં સરકી ગઈ છે.


