અફઘાનિસ્તાનમાં ૬.૩ની તિવ્રતાનો ભૂકંપ : ર૧ના મોત, સેંકડો ઘાયલ

મૃત્યુઆંક ઘણો ઉંચો જવાની શકયતા :  મજાર-એ-શરીફ શહેરમાં ભારે નુકશાન : સેંકડો ઈમારતો ધરાશાઈ

અફઘાનિસ્તાનમાં ૬.૩ની તિવ્રતાનો ભૂકંપ : ર૧ના મોત, સેંકડો ઘાયલ

(એજન્સી)  મઝારએશરીફ તા.૦૩
આજે વહેલી સવારે 
ઉત્તર અફઘાનિસ્તાનમાં ૬.૩ ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ 
આવ્યો. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય 
સર્વે (ેંજીય્જી) એ જણાવ્યું 
હતું કે ભૂકંપનું કેન્દ્ર બલ્ખ પ્રાંતની રાજધાની અને અફઘાનિસ્તાનના સૌથી મોટા શહેરોમાંના એક, મઝાર-એ-શરીફ શહેર નજીક જમીનથી લગભગ ૨૮ કિલોમીટર નીચે હતું.
ગવર્નરના પ્રવક્તા 
હાજી ઝૈદે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૨૧ લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. ૧૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે, અને અનેક સ્થળોએ ઘરો અને ઇમારતોને નુકસાન થયું છે. યુએસજીએસનો અંદાજ છે કે મૃત્યુઆંક સેંકડો સુધી વધી શકે છે.
અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે જણાવ્યું હતું કે રાત્રે ૧ વાગ્યાની આસપાસ અનેક પ્રાંતોમાં જમીન જોરદાર રીતે ધ્રુજી ઊઠી હતી. ભૂકંપના આંચકા તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાન સુધી અનુભવાયા હતા.
મઝાર-એ-શરીફમાં આવેલી પ્રખ્યાત બ્લુ મસ્જિદને પણ નુકસાન થયું હતું. સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં મસ્જિદનો બાહ્ય ભાગ ખંડિત અને જમીન પર વિખેરાયેલો જોવા મળ્યો હતો.