નવરાત્રિ દરમિયાન પાર્ટીપ્લોટમાં ખાણીપીણીના સ્ટોલ ધારકો માટે નવા નિયમો અને ગાઈડલાઈન જાહેર

નવરાત્રિ દરમિયાન પાર્ટીપ્લોટમાં ખાણીપીણીના સ્ટોલ ધારકો માટે નવા નિયમો અને ગાઈડલાઈન જાહેર

નવરાત્રિ દરમ્યાન જાહેર આરોગ્ય અને સ્વચ્છતાના હેતુથી અમદાવાદ મ્યુનીસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા  પાર્ટી પ્લોટમાં ખાણીપીણીના સ્ટોક ધારકો માટે ચોક્કસ ગાઈડલાઈન અને નિયમ જાહેર કાર્ય છે.

જેમાં......

  1. તમામ ફૂડ સ્ટોલધારકોએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ લાયસન્સ અથવા નોંધણી મેળવવી ફરજિયાત છે. આ લાયસન્સ માટે તેઓએ વેબસાઈટ fssai.gov.in પર ઓનલાઈન અરજી કરીને જરૂરી દસ્તાવેજો અને ફી ભરવાના રહેશે.
  2. લાયસન્સ વગર ફૂડ સ્ટોલ ચલાવવો એ કાયદાકીય ગુનો ગણાશે.
  3. નવરાત્રી દરમ્યાન દરેક ફુડ સ્ટોલ ધારકે વાળ-નખ કાપેલા રાખવા પડશે તેમજ ટોપી, હાથમાં મોજા અને જરૂરી વસ્તુઓનો ઉપયોગ કરવો ફરજીયાત છે.
  4. નવરાત્રિ મહોત્સવના સંચાલકોએ કોઇપણ ચેપીરોગથી પીડાતા કોઇપણ ફૂડ સ્ટોલ ધારકને પ્રવેશ આપવો નહી. આગ લાગવાની શકતાને ધ્યાનમાં રાખીને અગ્નિશામક સાધનો ફરજીયાત રાખવા પડશે.
  5. અખાદ્ય, આઉટ ડેટેડ કે વાસી ખોરાક, પ્લાસ્ટિક કે પેકિંગ સામગ્રી વાપરવી નહી.
  6. જાહેર આરોગ્ય, સ્વચ્છતા અને સલામતિના નિયમોનું સખત પાલન કરવાનું રહેશે.