પોરબંદરમાં સ્વાતંત્ર સેનાની કોળી વીરાંગના ઝલકારી બાઈની જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી
પૂર્વ રાષ્ટ્રપતિએ તેમની પ્રતિમા નું કરેલ અનાવરણ અને ભારત સરકારે તેમનું મ્યુઝીયમ તથા બહાર પાડેલ ટિકિટ : અપ્રિતમ શૌર્ય, સાહસ અને પરાક્રમન બલિદાન ને યાદ કરી આદર જલી અર્પણ કરી
(વિરમ આગઠ દ્વારા)
ગોસા(ઘેડ), તા.ર૬
દેશ અને સ્વધર્મ માટે પોતાનું જીવન ની પરવા કર્યા વગર બલિદાનો આપનારા વિર પુરુષો વીરાંગનાઓ નિ યશ ગાથા ગાવાની ધન્ય ઘડી છે પોરબંદર નાં છાયા પ્લૉટ ખાતે સામાજિક શૈક્ષણિક આઘ્યાત્મિક અને સેવા કિય ક્ષેત્રે નમૂના રૂપ કાર્ય કરતું પોરબંદર જિલ્લા ઠાકોર કોળી સેવા મંડળ દ્વારા ૧૮૫૭ મા થયેલા સંગ્રામ મા ઝાંસી ની રાણી લક્ષ્મી બાઈ ની હમ શકલ અને ઝાંસી માટે પ્રાણની આહુતિ આપનાર સ્વાતંત્ર સેનાની કોળી વીરાંગનાશ્રી ઝલકારી બાઈ ની જન્મ જયંતિ ૨૨ નવેમ્બરે ગૂજરાત સહીત સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે જેના ભાગ રૂપે તાજેતરમા પોરબંદર નાં છાયા પ્લૉટ ખાતે આવેલ શ્રી ન્યૂ ઘેડી યા કોળી સમાજ ની વંડી ખાતે પોરબંદર જિલ્લા કોળી ઠાકોર મંડળ દ્વારા સ્વતંત્ર સેનાની કોળી વીરાંગના ઝાલકા રી બાઈ ની જન્મ જયંતિ ની ભવ્ય ઉજવણી નું આયોજન કરવામા આવેલ હતું ભારત ક્રાંતિકારી નારીઓ મા જેનું નામ ગૌરવ પૂર્વક નામ લેવાય છે તે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ને બધા ઓળખે છે પરંતુ તેની હમ શકલ અને ઝાંસી માટે પ્રાણની આહુતિ આપનાર ઝલ કારી બાઈ વિશે બહું ઓછા લોકો જાણે છે, યુદ્ધ કળામાં પ્રવીણ અનેરાણી લક્ષ્મીબાઈ ની સાથે ખભે ખભો મિલાવીને ઝઝુમનાર શ્રીઝલકારી બાઈ સ્વતંત્ર સંગ્રામ નું એક ઝળહળતું નામ છે શ્રીઝલકારી બાઈ મહિલા સૈનિક હતા જેમણે ૧૮૫૭ મા ભારતીય વિપ્લોવમાં મહત્વની ભૂમિકા ભજવી હતી તેમણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ની મહિલા સેના મા સેવા આપી હતી અને રાણી ની એક અગ્રગણ્ય સલાહકાર નાં હોદા પર પહોંચ હતી અંગ્રેજો દ્વારા ઝાંસીની રાણી નાં કિલ્લા ની ઘે રા બંધી કરવામાં આવી ત્યારે તેણીએ રાણીનો વેશ ધારણ કરી લક્ષ્મી બાઈ વતી લડત આપી હતી જેના થી રાણી કિલ્લા ની બહાર સુરક્ષિત રીતે ભાગી શક્યા હતા.

પોરબંદર ન્યૂ ઘેદિયા કોળી સમાજ વંડી નાં પ્રમુખ આ દેવાયત ભાઇ વાઢીયા નાં અધ્યક્ષ પદે યોજાયેલ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ મા પોરબંદર જિલ્લા કોળી સમાજ ગરબી મંડળ નાં પ્રમુખ લાખાભાઈ મોકરીયા, પોરબંદર જિલ્લા કોળી ઠાકોર મંડળનાં પ્રમુખ અરજણ ભાઇ આંત્રોલિયા, જિલ્લા કોળી સમાજ કર્મ ચારી મંડળ નાં પ્રમુખ રામભાઇ બગીયા, જિલ્લા કોળી સમાજ નવરંગ ગરબી મંડળ નાં વિરમભાઇ મોક રિયા,ૐ સાઈ ટેકા પરબ નાં પ્રમુખ રામસી ભાઇ બામણીયા , રેલ્વે સ્ટેશન ભીમનાથ મહાદેવ મંદિર અન્ન ક્ષેત્ર નાં સેવા કર્મી તુલસી ભાઇ મકવાણા, તળપદા કોળી સમાજ ના પ્રમુખ રવિભાઈ મકવાણા, જિલ્લા કોળી સમાજ રત્ન ડો ઈશ્વરલાલ ભરડા કોળી સમાજ શ્રેષ્ઠી ભૂપત ભાઇ ડાભી, પ્રફુલ ભાઇ મકવાણા, ભીખુ ભાઇ પરમાર, મહેશ ભાઇ ભૂવા , મોહન ભાઇ સોલંકી સહીત નાં મહાનુભાવો એ ૧૮૫૭ સ્વતંત્ર સેનાની કોળી વીરાંગના શ્રી ઝલ કારી બાઈ ની તસવીર પાસે દીપ પ્રાગટ્ય કરી ને દીપાજ લિ અર્પણ કરી હતી. શરૂઆતમાં પોરબંદર જિલ્લા કોળી ઠાકોર મંડળ નાં પ્રમુખ અરજણ ભાઇ આંત્રોલી યા એ સ્વતંત્ર સંગ્રામ ની મહિલા સેનાની કોળી વીરાંગના શ્રી ઝલકારી બાઈ ની મી નવેમ્બર ગૂજરાત સહીત સમગ્ર દેશ નાં કોળી સમાજ જન્મ જયંતિ ની ગૌરવ ભેર ઉજવણી કરે છે ત્યારે તે નાં ભાગરૂપે આ આયોજન કરવામાં આવેલ છે તેમ જણાવી સૌ નું સ્વાગત કર્યું હતું
આ પ્રસંગે પોરબંદર જિલ્લામાં કોળી સમાજ કર્મ ચારી મંડળ નાં પ્રમુખ રામભાઇ બગી યા એ કોળી વીરાંગના શ્રી ઝલકા રી બાઈ નો જન્મ ઝાંસીની નજીકના ગામ ઝાંસી (ભોજલ )માં ૨૨ નવેમ્બર થયો હતો અને ૧૮૫૭ મા સહાદત વ્હોરી હતી ગૂજરાત સહીત સમગ્ર દેશ તેમની જન્મ જયંતી અને એપ્રિલ મા તેમની સહાદત નાં દિન શહીદ દિન ની ઉજવણી કરવામાં આવે છે તેમનો વિગતે પરીચયઆઆપ્યો હતો
આ પ્રસંગે પોરબંદર જિલ્લા કોળી સમાજ રત્ન અને કેળવણીકાર ડો ઈશ્વરલાલ ભરડા એ ૧૮૫૭નાં સ્વતંત્ર સેનાની કોળી વીરાંગના શ્રી. ઝલકારીબાઈ એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ની અગ્ર ગણ્ય અને હમ શકલ શ્રી ઝલકારીબાઈ ની ભૂમિકા મહત્વની હતી તેના ઇતિહાસ નો બોધ નવી પેઢી ને આપવો એ આપણી સૌની ફરજ ગણાવી ને શબ્દાજલિ અર્પણ કરી હતી ઉલેખ નીય છે કે, ભારત સરકારે ટપાલ અને ટેલિગ્રાફ વિભાગે કોળી વીરાંગના શ્રી ઝલકારીબાઈ નાં સન્માનમાં સ્મારક ટીકીટ બહાર પાડી હતી ભારતીય પુરાતત્વ દ્વારા જલકારીબાઈ ની યાદમાં કિલ્લાની અંદર સ્થિત પાંચ માળની ઈમારત માં એક મ્યુઝીયમ નું નિર્માણ કરવામાં આવેલ છે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડો રામનાથ કોવિદ ૧૦ નવેમ્બર ૨૦૧૭નાં રોજ ભોપાલમાં ગુરુ તેગ બહારના સર્કલમાં ઝલકારીબાઈ ની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવેલ હતુ બુંદેખી નવલકથા માં કોળી વીરાંગના શ્રી ઝલકારી બાઈને શૂરવીર અને બહાદુર શહીદ તરીકે દર્શાવેલ છે ૧૯૫૧ મા બી એસ શર્મા લિખિત નવલકથા ઝાંસી ની રાણી લક્ષ્મીબાઈ નાં સલાહકાર તરીકે કોળી વીરાંગના શ્રી ઝલકારી બાઈનો ઉલેખ મળી આવેલ છે અંકિતા લોખંડે એ હિન્દી ફિલ્મ મણી કણિર્કા (૨૦૧૯) કોળી વીરાંગના શ્રી ઝલક્કારીની ભૂમિકા ભજવી હતી અને વીરાંગના ૦૫ એપ્રિલ, ૧૮૫૮નાં રોજ શહીદ થયા હતા પ્રતિવર્ષ સમગ્ર દેશમાં કોળી સમાજ તેની જન્મ જયંતિ અને શહીદ થયા તે નિમિતે શહીદ દિન તરીકે ઉજવવામાં આવે, છે. ૧૮૫૭ મા થયેલ સંગ્રામનાં સ્વાતંત્ર સેનાની કોળી વીરાંગના શ્રી ઝલકા રીબાઈ નો જન્મ સાદો વરસિંઘ કોળી અને જમના દેવી ને ત્યાં ૨૨ નવેમ્બર ૧૮૩૦ નાં રોજ ઝાંસી નજીકના ભોજલ ગામમાં થયો હતો તેમને શ્રધાંજલિ આપવા ૨૨ નવેમ્બર ૨૦૨૫ નાં રોજ જન્મ જયંતિ ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન નાથા ભાઇ બગીયા એ સાંભળ્યુ હતું જ્યારે આભાર વિધિ ભદુભાઇ ખેર એ કરી હતી કોળી સમાજના અગ્રણી ઓ ઉપસ્થિતિ રહી ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.


