હવે સરકારી જમીન પર દબાણ કરનારાઓની ખૈર નહીં રહે : તોતીંગ દંડ અને જેલની સજા થશે
(એજન્સી) નવી દિલ્હી,તા.૨૮:
દેશભરમાં સરકારી જમીનો પર થયેલા મોટા દબાણોથી કરોડો અબજોની સરકારી જમીન ફરી ચોપડામાંજ છે અને ત્યાં ગેરકાનુની રીતે વસવાટ-ઉદ્યોગો પણ ચાલે છે તે વચ્ચે હવે સરકારે લોકસભામાં એક ખરડો રજુ કરી સરકારી જમીન પર ગેરકાનુની કબ્જા બદલ ભારે દંડ અને જેલ સજાની જોગવાઈ માટે સંસદમાં મંજુરી માંગી છે.
જનવિશ્વાસ ખરડાના સુધારામાં હવે આ પ્રકારના ગેરકાનુની કબ્જા માટે જમીનની જંત્રી કિંમત મુજબ દંડ ફટકારાશે. ઉપરાંત આ પ્રકારની જમીનના કબ્જેદારને ૬ માસ સુધીની જેલ સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. લોકસભામાં રજુ થયેલા ધ પબ્લીક પ્રિમાઈસીસ (ઈવિકશન ઓફ અનઓથોરાઈઝડ ઓકયુપેન્ટ) એકટ માં હાલ છ માસની જેલ અને રૂા.૫૦૦૦ના દંડની જોગવાઈ છે તેના સ્થાને હવે દંડ જમીનની જંત્રી કિંમતના ૫% જેટલા વર્ષથી જમીન પર કબ્જો હોય તેમાં દરેક વર્ષ માટે આ મુજબ ગણતરી કરી કુલ દંડ અને જેલ સજા બન્ને થઈ શકશે.
આ જ રીતે સરકારી મિલ્કતના ગેરકાનુની કબ્જામાં કબ્જેદાર લાયસન્સ કી (સરકારે નિશ્ચિત કરેલ ભાગ)ના ૪૦ ગણું ભાડુ પ્રથમ માસથી ગણતરી કરી દરેક મહિને ટેલીસ્કોપીક ફોમ્ર્યુલા મુજબ ૧૦% પેનલ્ટી વધતી જાય તે રીતે ગણતરી થશે અને ફરી વખત આ પ્રકારના અપરાધમાં લાયસન્સ ફીના ૫૦% અને દર મહિને તે વધતી જાય તે ફોમ્ર્યુલા નિશ્ચિત થઈ છે.


