૧ર હજાર વર્ષ બાદ ઈથોપીયાનો જ્વાળામુખી ફાટયો : રાખના વાદળો દિલ્હી સુધી પહોંચ્યા : આકાશમાં અંધારૂ છવાયું : સેંકડો ફલાઈટ રદ્દ
(એજન્સી) નવી દિલ્હી તા.૨૫:
ગત રાત્રે ઇથોપિયાના હૈલે ગુબ્બી જ્વાળામુખીમાંથી નીકળેલી ભારે રાખ ઉત્તર-પશ્ચિમ ભારતમાં પહોંચી છે. જેના કારણે અનેક રાજ્યોમાં આકાશ વાદળોથી ઘેરાઈ ગયું. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, ૧૦,૦૦૦ વર્ષ પછી થયેલા આ દુર્લભ વિસ્ફોટથી નીકળેલી રાખ રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી-એનસીઆર અને પંજાબમાં ફેલાઈ ગઈ છે, જેના કારણે ફલાઇટ સેવાઓમાં ભારે વિક્ષેપ પડ્યો છે. સોમવારે સાંજે ૬:૩૦ વાગ્યાની આસપાસ રાખનું એક વિશાળ વાદળ ભારતીય સરહદમાં પ્રવેશ્યું હતું. આ વાદળ ૧૦-૧૫ કિમીની ઊંચાઈએ ૧૦૦-૧૨૦ કિમી/કલાકની ઝડપે આગળ વધતું રહ્યું. જોકે ઊંચાઈ પર આ રાખની અસર જમીન પર ઓછી હતી, પરંતુ તેની હવાઈ ટ્રાફિક પર મોટી અસર પડી છે..
રાખના વાદળો ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યા પછી ઇન્ડિગોએ ઓછામાં ઓછી ૬ ફલાઇટ્સ રદ કરી. તેવી જ રીતે, અકાસા એર દ્વારા ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ જેદ્દાહ, કુવૈત અને અબુ ધાબીની સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. ઘણી આંતરરાષ્ટ્રીય ફલાઇટ્સ પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાંથી ડાયવર્ટ કરવામાં આવી હતી, પરંતુ ભારતીય એરલાઇન્સ તે રૂટનો ઉપયોગ કરી શકી ન હતી, જેના કારણે વિલંબ અને રદમાં વધારો થયો હતો. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડ્ઢય્ઝ્રછ) એ તાત્કાલિક છજીૐ્છસ્ ચેતવણી જારી કરી હતી, જેમાં તમામ એરલાઇન્સને રાખ ધરાવતા વિસ્તારો ટાળવા અને જરૂરી જ્વાળામુખીની રાખ પ્રોટોકોલનું પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. બધા એરપોટ્ર્સને રાખના સંચયના સંકેતો માટે રનવેનું તાત્કાલિક નિરીક્ષણ કરવા અને જો જરૂરી હોય તો કામગીરી સ્થગિત કરવા સૂચના આપવામાં આવી હતી.


