ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા સરદાર સન્માન યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું
જૂનાગઢ તા.ર૩
દેશની અખંડતા અને એકતા ના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતી પૂર્વે સરદાર સન્માન યાત્રાનુ જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા દોલતપરા સ્વામીનારાયણ ગેઇટ પાસે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મેયર ઘમૅશભાઈ પોશીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેડીગ કમિટી ચેરમેન પલ્લવી બેન ઠાકર, શાસકપક્ષ નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી, ઓમભાઈ રાવલ, મુકેશભાઈ ગજેરા, નટુભાઈ પટોળિયા, સુભાષ ભાઈ રાદડિયા, વનરાજભાઈ સોલંકી, ભાવનાબેન વ્યાસ,શ્રેયસભાઈ ઠાકર, મનિષાબેન વૈશ્નાણી, શિતલબેન તન્ના,યોગેશ્વરીબેન જાડેજા, જીતેશભાઇ પરમાર,ખીમભાઈ મોકરીયા, ગીરીશભાઈ આડતીયા, ચિરાગભાઈ શેઠીયા, નિકુંજભાઈ ભુત, શેલેષભાઈ વાઢીયા, ભાવેશભાઈ નંદા, રમેશભાઇ બાવળીયા, કેતનભાઈ નાંઢા,સાગરભાઈ મકવાણા, સંગઠન હોદેદારો વિવિધ મોરચાના પ્રમુખ મહામંત્રી તથા વોડૅ પ્રમુખ મહામંત્રી યુવા મોરચાના કાર્યકર્તા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ મિડિયા વિભાગ નાં સંજય પંડ્યા ની યાદી જણાવે છે.


