આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક : હર્ષ સંઘવી, જીતુ વાઘાણીની પ્રવકતા મંત્રી તરીકે નિમણુંક

આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક : હર્ષ સંઘવી, જીતુ વાઘાણીની પ્રવકતા મંત્રી તરીકે નિમણુંક

(બ્યુરો)           ગાંધીનગર તા.ર૯
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં આજે કેબિનેટની બેઠક મળશે. મુખ્ય સચિવ પંકજ જોષી ની આ છેલ્લી કેબિનેટ બેઠક છે. તા.૩૧ ઓકટોબરે પંકજ જોષી વય નિવૃત્ત થઈ રહ્યા છે. આજે કેબિનેટ માં પંકજ જોશીને શુભેચ્છા આપવામાં આવશે. નવનિયુક્ત મંત્રીઓની વિધિવત રીતે પહેલી કેબિનેટ બેઠક છે. કેબીનેટ બેઠકમાં રાજ્યમાં પડી રહેલા કમોસમી વરસાદ ની વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા કરશે. સૌરાષ્ટ્રની મધ્ય ગુજરાતના પ્રભાવિત વિસ્તારો માટે મહત્વના ર્નિણયો લેવાઈ શકે. પાક નુકસાની નું સહાય પેકેજ આપવા બાબતે પણ આજની કેબિનેટમાં ર્નિણય થઈ શકે છે. દરમ્યાનમાં રાજય સરકારના પ્રવકતા મંત્રી તરીકે બે મંત્રીઓની નિમણુંક થઈ છે. જેમાં હર્ષ સંઘવી અને જીતુ વાઘાણીને પ્રવકતા મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.