જૂનાગઢ મનપામાં વિપક્ષ કોંગ્રેસની ર૦૦ દિવસની કામગીરીનું સરવૈયુ રજુ કરાયું

લોકો પાસેથી કોંગ્રેસને ર૧૮૦૧ ફરીયાદો મળી : જીઆઈપીએલ કંપનીને કોઈ કામગીરી કર્યા વિના રૂા. ૪૦ લાખ આપવાની હિલચાલ સામે પણ જાેરદાર વિરોધ કર્યો

જૂનાગઢ મનપામાં વિપક્ષ કોંગ્રેસની ર૦૦ દિવસની કામગીરીનું સરવૈયુ રજુ કરાયું
New Party Registration

જૂનાગઢ તા. ૮
જૂનાગઢ મનપામાં વિરોધ પક્ષ કોંગ્રેસની ર૦૦ દિવસની કામગીરીમાં શહેરનાં પ્રજાકીય પ્રશ્ને આકરી લડત આપી અને સંખ્યાબંધ મુદા ઉપર ન્યાય અપાવવાની પ્રક્રિયા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. અને લોકોની દાદ ફરીયાદોનો ઉકેલ ઝડપી આવે તે માટેનાં પ્રયાસોને સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યા છે ત્યારે આજરોજ મનપા વિરોધ પક્ષના નેતાનાં કાર્યલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. અને મનપામાં વિરોધ પક્ષની ર૦૦ દિવસની કામગીરીનું સરવૈયુ રજુ કરવામાં આવ્યું હતું. અને પ્રજાનાં જે કામો કરવામાં આવ્યા છે તે અંગે પ્રકાશ પાડયો હતો. ખાસ કરીને પ્રવાસન વિભાગે ફાળવેલ સીટી દર્શનની બસનો થતો દુરઉપયોગ બાબતે વિરોધ પક્ષ દ્વારા અવાજ ઉઠાવવામા આવેલ. ઉપરાંત ૧૦૦-૧૦૦ કરોડનાં જે ટેન્ડરો કમિશ્નર દ્વારા નિગોશીએશન વગર સ્ટેન્ડીગ કામીટીમાં મોકલી દેવામાં આવ્યા હતા તેનો પણ વિરોધ પક્ષ દ્વારા અવાજ ઉઠાવવામાં આવતા આ ટેન્ડરો રદ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત સ્ટેન્ડીંગ કમીટીને કમિશ્નરે મોકલવામાં આવતી દરખાસ્તમાં જયાં ક્ષતી હતી ત્યાં અવાજ ઉઠાવતા બે બે વખત સ્ટેન્ડીંગ કમીટીની બેઠકોને રદ કરવી પડી હતી. ગેસ દુર્ઘટનાના પિડીતોને સહાય મળે તે માટે વિપક્ષ દ્વારા જનરલ બોર્ડમાં તેમજ સરકારમાં પણ અસરકારક રજુઆત કરી અને પિડોતોની સહાય મંજુર કરાવી. તેમજ મનપા દ્વારા થયેલ ઠરાવ બાબતે હજુ સહાય મળી નથી ત્યાં સુધી લડત આપવાનો નિર્ધાર વ્યકત કરેલ છે. તેમજ એજન્સીને પણ રૂા. પાંચ લાખનો દંડ ફટકારેલ છે. જીઆઈપીએલ કંપનીને ગેરકાયદેસર રીતે ટેન્ડર બહાર પાડયા વગર કોર્પોરેશને કામ સોંપી દીધુ તેનો વિરોધ દર્શાવી તેમજ કોઈપણ કામગીરી વગર રૂા. ૪૦ લાખ જેવી રકમ કોર્પોરેશન ચુકવી દેવાનું હતું તેની સામે પણ વિરોધ દર્શાવતા વિપક્ષની જાગૃતતાના કારણે રૂા. ૪૦ લાખનું ચુકવણુ થતુ અટકી ગયુ હતું. સ્થાયી સમીતીની કામગીરી સામે પણ પ્રજાકીય પ્રશ્ને રજુઆતો કરવામાં આવી હતી. આ ઉપરાંત ગત જનરલ બોર્ડમાં રોડ-રસ્તા બાબતે પણ વિપક્ષે અવાજ ઉઠાવી અને ગેરન્ટી પીરીયડ પાંચ વર્ષ થાય તે માટે દરખાસ્ત કરેલ. અને ઉચ્ચ કવોલીટીની મશીનરીથી રોડનાં કામો બહાર પાડવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી. અને પાંચ વર્ષના ગેરન્ટી પીરીયડ વિપક્ષની રજુઆતનાં કારણે શકય બનેલ છે. વધુમાં તા. ૧૮-૪-ર૦રપ થી તા. ૭-૧૦-રપ સુધીમાં ર૧૮૦૧ ફરીયાદ લોકોની અમને મળી છે જેમાં રસ્તા, પાણી, લાઈટ, આધારકાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ચુંટણીકાર્ડ સહીતની અનેક ફરીયાદો આમ જનતામાંથી મળી હતી અને લોકોની આ ફરીયાદોનો વહેલી તકે ઉકેલ આવે તે માટે વિપક્ષ કોંગ્રેસની અસરકારક રજુઆતને કારણે લોકોની આ ફરીયાદોનો નિકાલ લાવવામાં સફળતા મેળવી છે. આ ઉપરાંત વેરા વધારા બાબત હોય કે સુવિધા બાબત હોય તમામ બાબતે વિપક્ષ લોકોની સાથે રહી અને આમ જનતાને કઈ રીતે સુવિધા સારી મળે તેના પ્રયત્નો રહયા છે. બાંધકામ મંજુરીના પ્રશ્ને પણ સમસ્યા ઉભી થતા બિલ્ડર એસો.ની વિવિધ પ્રશ્ને રજુઆતને ધ્યાને લઈ અને ટાઉન પ્લાનીંગ અધિકારી તેમજ જુડા વચ્ચે સંકલન કરી અને તમામ ફાઈલો જુડામાં ટ્રાન્સફર કરી બાંધકામ મંજુરી ચાલુ કરાવેલ છે. જનરલ બોર્ડમાં વિપક્ષના ૧૧ સભ્યો દ્વારા અનેકવિધ પ્રશ્નો અંગે રજુઆત તેમજ દરખાસ્ત કરેલ છે. લોકોને ફીલ્ટરવાળુ પાણી મળી રહે તે માટે પણ અસરકારક રજુઆત કરવામાં આવી છે. મનપામાં દર બે માસે મળતી સામાન્ય સભામાં જનતાની સુવિધાઓ બાબતના કુલ ૩૮ પ્રશ્નો અમોએ રજુ કર્યા હતા. જેમાં ભવનાથ ક્ષેત્ર તેમજ દામોદર કુંડમાં ગટરનું પાણી ભળતુ હોય જેથી ગટરનું પાણી ડાઈવર્ટ કરવું. રસ્તાની નબળી કામગીરી બાબતે તેમજ લોકોને શુધ્ધ પાણી મળી રહે તે માટે વોટર વર્કસ શાખાને રજુઆતો જયારે જાેષીપરાની દુકાનો તોડી માઈક્રો શોપીંગ સેન્ટર બનાવવામાં આવેલ છે. અને દુકાનઘારકોએ અમોને રજુઆત કરતા તેમના પ્રશ્નો સાંભળી અને અમોએ રજુઆત કરતા નજીકના સમયમાં જ આ દુકાનદારોને એલોટ કરવાની કામગીરી હાથ ધરાશે. મનપામાં દર બે માસે મળતી સામાન્ય સભામાં લોકોને પડતી મુશ્કેલી, કોર્પોરેશનમાં થતી ગેરરીતી, કર્મચારીની ભરતી બાબતે તેમ કુલ ૪૪ દરખાસ્ત અન્વયે થયેલ ઠરાવો અને તે બાબતે અસરકારક કામગીરીઓ કરવા માટે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા ખુબ જ રજુઆત કરવામાં આવી છે. જેનાં કારણે લોકોનાં પ્રશ્નો હલ થઈ રહયા છે. આજે વિરોધ પક્ષના નેતાના કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં મનપામાં વિરોધ પક્ષની ર૦૦ દિવસની પ્રજાકીય કામગીરીની વિગતો આપવામાં આવી હતી અને આગામી દિવસોમાં પણ જૂનાગઢ શહેરની જનતાના પ્રાથમિક સુવિધાના પ્રશ્ને સતત જાગૃતિ દાખવવામાં આવશે. ગેરરીતી સામે લડત આપવામાં આવશે તેમજ જયાં પણ વિકાસમાં અમારી જરૂર પડશે ત્યાં સહયોગ આપવાનો પણ નિર્ધાર વ્યકત કર્યો હતો. આ તકે વિરોધ પક્ષના નેતા લલીત પણસારા અને કોંગ્રેસ પક્ષની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી.