ઓડીસ્સાનાં કંધમાલ જીલ્લામાં બનેલી ચોંકાવનારી ઘટના : સેવાશ્રમની સ્કુલની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીએ ઉંઘી રહેલા આઠ વિદ્યાર્થીઓની આંખો પર ફેવીક્વિક નાંખી દીધી
(એજન્સી) કંધમાલ,તા.૧૫:
ઓડિશાના કંધમાલ જિલ્લાની સેવાશ્રમ સ્કૂલની હોસ્ટેલમાં એક તોફાની સ્ટુડન્ટની મજાક ૮ વિદ્યાર્થીઓ પર
ભારે પડી ગઈ હતી. એક વિદ્યાર્થીએ બધા સૂતા હતા ત્યારે ૮ વિદ્યાર્થીઓની આંખ પર ફેવીક્વિક નાખી દીધું હતું. જેને કારણે સ્ટુડન્ટ્સની આંખો ચીપકી
ગઈ. આ ઘટના શુક્રવારે રાત્રે બધા સૂતા હતા ત્યારે થઈ હતી. વિદ્યાર્થીઓ ઊઠયા ત્યારે તેમની આંખો ખૂલી જ નહોતી શકતી. હોસ્ટેલના અધિકારીઓ વિદ્યાર્થીઓને હોસ્પિટલ લઈ આવ્યા અને આંખ પરથી ફેવીક્લિવક રીમૂવ કરવામાં આવ્યું હતું. આમ તો આવા ગુંદરથી આંખને ખૂબ નુકસાન પહોંચી શકે છે, પણ વિદ્યાર્થીઓને સમયસર સારવાર મળી જતાં ટ્રષ્ટિને હાનિ થતાં બચી ગઈ હતી.


