રશિયાના ક્રુડ ઓઈલ પરની છુટ સમાપ્ત : અખાતનું ખનીજ તેલ મોંઘુ બનશે
નવી દિલ્હી તા.૧૯:
ક્રૂડ ઓઇલના ભાવ ફરી વધ્યા છે. વૈશ્વિક તેલ બજારમાં ફરી એકવાર ઉતાર-ચઢાવની સ્થિતિ છે. ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ડોલર ૯૧ ને વટાવી ગયા છે. હોર્મુઝ સ્ટ્રેટ અંગે અમેરિકા-ઈરાનના નવા દાવાઓએ તેલ પુરવઠા અંગે ચિતા વધારી દીધી છે.
૧૯ ઓગસ્ટના રોજ, વૈશ્વિક તેલ બજારમાં બ્રેન્ટ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ ડોલર૯૧.૦૪ પર પહોંચી ગયો. WTI ક્રૂડના ભાવ ૭૬ સેન્ટ વધીને ૮૫.૫૭ પ્રતિ બેરલ થયા. તેલના ભાવમાં આ ઉછાળો યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને પગલે આવ્યો છે, જેમાં તેમણે હોર્મુઝને નવો યુએસ પ્રદેશ જાહેર કરતો નકશો બહાર પાડ્યો હતો.
વૈશ્વિક તેલ બજારમાં ચાલી રહેલી અસ્થિરતાને કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ રાહત મળવાની આશા ઓછી થઈ ગઈ છે.
એ નોંધવું જોઈએ કે જો ક્રૂડ ઓઇલના ભાવમાં ૧૦ નો વધારો થાય છે, તો પેટ્રોલ પર તેલ કંપનીઓનું નુકસાન પ્રતિ લિટર લગભગ રૂા.૬ નો વધારો થાય છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી વધારો થવાને કારણે તેલ કંપનીઓ દ્વારા થતા નુકસાન અને વધતા શિપિગ ખર્ચને જોતાં, પેટ્રોલ અને ડીઝલના ભાવ ટૂંક સમયમાં ઘટે તેવી શક્યતા ઓછી છે. ગલ્ફ ક્રૂડ અને રશિયન તેલ પર ડિસ્કાઉન્ટ નાબૂદ કરવાથી ભારતીય રિફાઇનરીઓ પર દબાણ વધ્યું છે.


