સાયબર છેતરપીંડીના રૂા.૮૯ર કરોડના કૌભાંડમાં સુરતમાંથી ૧૦ લોકોની ધરપકડ
(બ્યુરો) સુરત તા.૨૬:
તાજેતરના વર્ષોમાં સાયબર છેતરપિંડી સામેના સૌથી મોટા પગલાંમાં ગાંધીનગર સ્થિત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલે સુરત શહેરમાં એક અત્યંત મોટા અને વ્યાપક ૮૯૨ કરોડ રૂપિયાના રેકેટનો પર્દાફાશ કર્યો છે જેમાં સુરત જિલ્લામાંથી ૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે જેઓ કથિત રીતે દેશવ્યાપી કૌભાંડ સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર હતા.
પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ સુવિધા પ્રદાતાઓ તરીકે કામ કરતા હતા - બોગસ બેંક એકાઉન્ટ્સ, સિમ કાડ્ર્સ, ર્ઁજી (પોઇન્ટ-ઓફ-સેલ) મશીનો અને અન્ય ડિજિટલ સાધનો પૂરા પાડતા હતા જેનાથી સાયબર છેતરપિંડી કરનારાઓ દેશભરમાં પીડિતોને લૂંટી શક્યા હતા.આ રેકેટ દ્વારા ઓનલાઇન ફાઇનાન્સિયલ ફર્મના નામે લોકોને છેતરવામાં આવતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે છેતરપિંડીની આ પ્રવૃત્તિઓ માટે આરોપીઓએ કુલ ૪૮૨ બેન્ક એકાઉન્ટ્સનો ઉપયોગ કર્યો હતો. આ કૌભાંડ એટલું વ્યાપક હતું કે રાષ્ટ્રીય હેલ્પલાઇન ૧૯૩૦ પોર્ટલ પર તેના સંબંધમાં ૧૫૪૯ ઓનલાઇન ફરિયાદો નોંધાઈ હતી, જેના આધારે દેશભરમાં વિવિધ રાજ્યોમાં ૨૨ હ્લૈંઇ દાખલ કરવામાં આવી હતી.
સાયબર ક્રાઇમની ટીમે આરોપીઓની ઓફિસ અને રહેઠાણો પર દરોડા પાડીને મોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રાજ્ય સાયબર સેલે આરોપીઓ પાસેથી ૫૨૯ બેંક એકાઉન્ટ કીટ, ૪૪૭ છ્સ્
કાર્ડ, ૬૮૬ પ્રી-એક્ટિવેટેડ સિમ કાર્ડ, ૧૬ ભ્ંલ્ મશીન, ૬૦ મોબાઇલ ફોન, બે લેપટોપ, ૧૧ સાઉન્ડ બોક્સ, ૧૭ મ્ય્ કોડ અને એક રાઉટર જપ્ત કર્યા છે.


